દોઢ વર્ષથી ફરાર રૂ.૨૦ હજારના ઇનામી ખુનના આરોપીને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી ફરાર અને રૂ.૨૦ હજારના ઇનામી મુખ્ય આરોપી ફારૂક હબીબભાઈ જામને મોરબી એલ.સી.બી., પેરોલ-ફર્લો સ્ક્વોડ અને એસ.ઓ.જી.ની ટીમે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે.

ગત તા.૨૫/૧૦/૨૦૨૪ના રોજ માળીયા(મીં) ખાતે જૂની એસ.બી.આઈ. બેન્ક પાસે બે જૂથ વચ્ચે થયેલી મારામારી દરમિયાન હથિયારોથી હુમલો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનામાં હૈદરભાઈ અલીમહમદ ઉર્ફે ઇલિયાસભાઈ જેડાનું મોત નિપજતા પોલીસએ કુલ ૧૦ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં નવ આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જ્યારે મુખ્ય આરોપી ફારૂક જામ ફરાર હતો.

પોલીસને ખાનગી બાતમી મળતા આરોપી માળીયા(મીં) ખાતે મચ્છુ માતાજી મંદિર નજીક પોતાના ખેતરમાં હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે એલ.સી.બી., પેરોલ-ફર્લો અને એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમોએ સંયુક્ત ઓપરેશન ચલાવી આરોપીને ઝડપી પાડી માળીયા(મીં) પોલીસને સોંપ્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW