મોરબીના પ્રથમ મેયર તરીકે ઉતમ સુરાણી જાહેર

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ચિરાગ રાણપરા ડેપ્યુટી મેયર અને જયંતી પડસુંબિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા

મોરબી મહાનગરપાલિકામાં આજે મહત્વપૂર્ણ રાજકીય નિમણૂકો જાહેર કરવામાં આવી હતી. મોરબી શહેરના પ્રથમ મેયર તરીકે ઉતમ સુરાણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. મોરબી શહેરના પ્રથમ નાગરિક તરીકે હવે ઉતમ સુરાણી શહેરના વિકાસ અને મહાનગરપાલિકાના વહીવટની જવાબદારી સંભાળશે.

આ સાથે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની પસંદગી કરવામાં આવી છે. યુવા નેતા તરીકે ઓળખાતા ચિરાગ રાણપરા શહેરના વિવિધ પ્રશ્નો અને જનસેવામાં સક્રિય રહ્યા છે. તેમની નિમણૂકથી યુવા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જ્યારે મહાનગરપાલિકાની સૌથી મહત્વપૂર્ણ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયંતી પડસુંબિયાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી શહેરના વિકાસ કામો, બજેટ અને વિવિધ વહીવટી નિર્ણયો માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે ત્યારે આ પદને ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે.

ત્રણે હોદેદારોની જાહેરાત બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. શહેરના વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકાની નવી ટીમ શહેરના રોડ-રસ્તા, પાણી, સફાઈ, ટ્રાફિક અને આધુનિક સુવિધાઓ જેવા મુદ્દાઓ પર વધુ ગતિથી કામગીરી કરશે તેવી ચર્ચા ચાલી રહી છે.

મેયર …ઉતમ સુરાણી
ડે.મેયર …ચિરાગભાઈ રાણપરા
સ્ટેડિંગ ચેરમેન… જયંતીભાઈ પડસુંબિયા
પક્ષના નેતા… અર્પિતાબા જાડેજા
દંડક ….જયેશભાઈ દેસાઈ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW