મોટા દહિંસરા ગામની સીમમાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

રૂ. 1.13 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ આરોપી ફરાર

મોરબી ક્રાઈમ બ્રાંચે માળીયા(મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટા દહિંસરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર ગુનો શોધી કાઢ્યો છે. પોલીસે રોકડા રૂપિયા 1,03,000, ગંજીપતાના પાના તથા ત્રણ મોબાઇલ મળી કુલ રૂ. 1,13,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ એલસીબી સ્ટાફના એ.એસ.આઇ. સુરેશભાઈ હુંબલ, પો.હેડકોન્સ્ટેબલ જયેશભાઈ વાઘેલા તથા પો.કોન્સ્ટેબલ આશીફભાઈ ચાણકીયાને ખાનગી બાતમી મળી હતી કે મોટા દહિંસરા ગામની સીમમાં ખરાબામાં આવેલા વોકળા કાંઠે કેટલાક શખ્સો ખુલ્લી જગ્યામાં ગંજીપતાના પાના દ્વારા હારજીતનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે પકડાયેલા અને ફરાર મળી કુલ 9 આરોપીઓ સામે માળીયા(મીં) પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીઓ

અમીતભાઈ જેરામભાઈ પટેલ (રહે. પીપળી, તા.જી. મોરબી)

નગીનભાઈ છગનભાઈ પટેલ (રહે. ખાખરેચી, તા. માળીયા(મીં))

વિવેકભાઈ વિનોદભાઈ (રહે. મોટા દહિંસરા)

માનસીંગભાઈ દેવાભાઈ (રહે. વવાણીયા)

હસમુખભાઈ ઉર્ફે અશોકભાઈ વાલજીભાઈ રાઠોડ (રહે. મોટા દહિંસરા)

રમેશભાઈ મગનભાઈ પટેલ (રહે. સરવડ)

ફરાર આરોપીઓ

શક્તિ કોળી (રહે. ધનાળા, તા. હળવદ)

અનિરૂદ્ધસિંહ જાડેજા (રહે. મોટા દહિંસરા)

ચિરાગભાઈ રાધવજીભાઈ પટેલ (રહે. સરવડ)

પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW