વિદ્યાર્થીઓ માટે સેવા કાર્ય : શ્રી ટીફીન સેવા પરિવાર દ્વારા નોટબુક અને સ્કૂલ કિટ વિતરણ કાર્યક્રમ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી ટીફીન સેવા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા નોટબુક, ચોપડા, કંપાસ તેમજ સ્કૂલબેગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળે તે હેતુથી આશરે 40 ટકા કરતાં વધુ રાહત દરે સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સેવા કાર્ય થકી હજારો પરિવારોને લાભ મળતો રહ્યો છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સંસ્થાની આ એક સરાહનીય પહેલ બની રહી છે.

આ કાર્યક્રમ બોયઝ હાઈસ્કૂલ, સદભાવના હોસ્પિટલ પાસે, મોરબી ખાતે તા. 29 મે થી 31 મે 2026 દરમિયાન યોજાશે. કાર્યક્રમનો સમય સવારે 7 થી 12 તથા સાંજે 4 થી 7 રાખવામાં આવ્યો છે.

સંસ્થાએ વધુમાં વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી આ માહિતી પહોંચાડવા તેમજ લોકોમાં શેર કરવાની અપીલ કરી છે.

“શિક્ષણ એ સૌથી મોટી સેવા છે.”

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW