માળીયા(મીં) પોલીસે મોરબી-કચ્છ હાઇવે રોડ પર વિદરકા ગામ પાસે આવેલ ડીસન્ટ હોટલના ગ્રાઉન્ડમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલ ટ્રક ટ્રેઇલર ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતા ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ ૪૬૮ કિંમત રૂ. ૩,૭૦,૪૧૬/- તથા ચપલા નંગ ૨૩૨ કિંમત રૂ. ૫૦,૮૮૦/- મળી કુલ રૂ. ૪,૨૧,૨૯૬/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત ટ્રક ટ્રેઇલર સહિત કુલ રૂ. ૩૪,૨૧,૨૯૬/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે માળીયા(મીં) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.




