હળવદમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો: 2.19 લાખનો મુદ્દામાલ કબજે, બે સામે ગુનો નોંધાયો
હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જુના દેવળીયા ગામે સફળ રેઇડ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપી વિઠ્ઠલભાઈ રમણભાઈ રાઠવા (રહે. જુના દેવળીયા, ચરાડવા રોડ, તા. હળવદ)ના કબ્જાવાળા રહેણાંક મકાનમાં તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
રેઇડ દરમિયાન પોલીસને વિદેશી દારૂની નાની-મોટી કુલ 985 બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 2,19,150 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન અન્ય એક શખ્સ ઇમરાન કરીમભાઈ સંધવાણી (રહે. જુના દેવળીયા)નું નામ પણ સામે આવ્યું હતું. જેના આધારે હળવદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.




