મોરબીમાંથી ગુમ થયેલી 10 વર્ષની બાળકી અમદાવાદથી સલામત મળી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી બી ડિવિઝન પોલીસને ગુમ થયેલી 10 વર્ષની બાળકી શોધવામાં સફળતા મળી છે. બાળકી ગત 22 મેના રોજ પોતાના ઘર પાસેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી.

પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ ટીમે મોરબીથી ભોપાલ સુધીના વિવિધ રેલવે સ્ટેશન તેમજ શહેરના આશરે 80 CCTV કેમેરા ચકાસ્યા હતા. ટેક્નિકલ માહિતી અને હ્યુમન સોર્સના આધારે બાળકી અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન નજીક હોવાની માહિતી મળતા પોલીસ ટીમ તાત્કાલિક અમદાવાદ પહોંચી હતી.

પોલીસે બાળકીને સલામત રીતે શોધી મોરબી પરત લાવી તેના માતા-પિતાને સોંપી આપી હતી. ગણતરીના દિવસોમાં બાળકીનું સફળતાપૂર્વક ટ્રેસિંગ કરી પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સફળતા મળી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW