મોરબી એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે વજેપરના સાયન્ટિફિક રોડ વિસ્તારમાં દરોડો પાડી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
પોલીસે દાઉદભાઈ અબ્બાસભાઈ ખુરેશીના કબજાવાળા વાડામાંથી 1.992 કિલો ગાંજો, 11.37 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, બે ઇલેક્ટ્રોનિક કાંટા, રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે કેસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.





