મોરબી જિલ્લાનો કચ્છ બોર્ડર રેન્જમાં સમાવેશ થયા બાદ IG ચિરાગ કોરડિયા પ્રથમ વખત મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો-વ્યવસ્થા, ગુનાખોરી નિયંત્રણ અને ટ્રાફિક સહિતના મુદ્દાઓની સમીક્ષા કરી હતી.
IG કોરડિયાએ નાગરિકોને કોઈપણ ફરિયાદ માટે સીધો સંપર્ક કરવા અપીલ કરી પોતાના મોબાઇલ નંબર 99784 08571 જાહેર કર્યો હતો. તેમની આ મુલાકાતને મોરબીમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.




