વાંકાનેરમાં ગેરકાયદે ખનન સામે પોલીસનો સપાટો, રૂ. 1.10 કરોડનો મુદામાલ જપ્ત

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનન અને ખનીજના વહન સામે કડક કાર્યવાહી હાથ ધરી રૂ. 1.10 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને ઓળ ગામની સીમ વિસ્તારમાં લીઝ વગર માટીનું ગેરકાયદે ખનન થતું હોવાની માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી SANY કંપનીનું હાઇડ્રોલિક ક્રોલર એક્સકેવેટર મશીન કબ્જે કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદે ખનીજ વહન કરતા ત્રણ ડમ્પર પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં એક ટાટા અને બે અશોક લેલેન્ડ કંપનીના ડમ્પરનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 1 કરોડ 10 લાખનો મુદામાલ સીઝ કરી ખાણ-ખનીજ વિભાગને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW