અવારનવાર વ્યાજવટાવના ગુનામાં સંડોવાયેલા શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં વ્યાજવટાવના ગુનાઓમાં વારંવાર સંડોવાતા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે થોરાળા ગામના લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણદાભાઈ રાઠોડ (ઉ.વ. 34) વિરુદ્ધ પાસા હેઠળ અટકાયતની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરતાં પાસા વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી લઈ પાસા વોરંટની બજવણી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો. આ કાર્યવાહી જિલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ થતા પીઆઈ વાય.બી. જાડેજા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW