મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે કારખાનામાંથી થયેલી કોપર વાયર ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે શુદ્ધ કોપર વાયર અને બોલેરો વાહન સહિત કુલ રૂ. 1.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલા ચોરીના ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે સાપર ગામ નજીક ભંગારના ડેલામાં દરોડો પાડી વિકાસ લોરીયા, સાગર સોલંકી અને ઈશ્વર ગુર્જરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
આ ગુનામાં હજુ રવિ સોલંકી અને સચિન સોલંકી ફરાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે આરોપીઓ પાસેથી 81 કિલો કોપર વાયર કિંમત રૂ. 97,200 તથા એક બોલેરો વાહન કિંમત રૂ. 1 લાખ મળી કુલ રૂ. 1,97,200નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.





