મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી ખોવાયેલા અને ચોરાયેલા 32 મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને પરત આપ્યા છે. આ મોબાઇલોની કુલ કિંમત રૂ. 7,08,791 છે.
આ ઉપરાંત ચીલઝડપમાં ગયેલો રૂ. 1.75 લાખ કિંમતનો સોનાનો ચેન પણ શોધી કાઢી માલિકને પરત આપવામાં આવ્યો છે.
આ રીતે પોલીસે કુલ રૂ. 8,83,791નો મુદ્દામાલ શોધી કાઢી અરજદારોને પરત આપીને પ્રજાસેવા અને પોલીસ-પ્રજા મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કામગીરી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.





