ગોરખીજડીયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી, બાલવાટિકાના બાળકોને સ્કૂલ કીટ અર્પણ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ગોરખીજડીયા ગામની પ્રાથમિક શાળામાં આજે ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ-2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં પ્રવેશ મેળવનારા નાનાં ભૂલકાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમને સ્કૂલ કીટ અર્પણ કરીને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના અધ્યક્ષ અશ્વિનભાઈ ગોરીયા, ગામના આગેવાનો, વડીલો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને બાળકોના શૈક્ષણિક જીવનના આ નવા પ્રારંભને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ દ્વારા અર્પણ કરાયેલ સંસ્કૃત કક્ષાનું ઉદ્ઘાટન ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી હતી.

કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય પંકજભાઈ ઠોરીયાના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓ માટે પાણીપુરીના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો અને ઉપસ્થિતોએ આનંદપૂર્વક નાસ્તો કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW