મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120થી વધુ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી : સમાજમાં શિક્ષણનું મહત્વ વધે અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુ સાથે મોરબીની જાણીતી સામાજિક અને શૈક્ષણિક સંસ્થા મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી સતત સેવા કાર્ય કરી રહી છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અર્પણ કરીને શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ એક વખત સાબિત કરી છે.

ગત તા. 31-05-2026ના રોજ રવિવારના દિવસે મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં આવેલી સિદ્દીકી મસ્જિદ નજીક આવેલા સિપાઈના જમાખાનામાં શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 120થી વધુ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા, નોટબુક, બોલપેન, પેન્સિલ, વોટર બોટલ, લંચબોક્સ, સ્કૂલ બેગ સહિતની જરૂરી શૈક્ષણિક સામગ્રીથી સજ્જ શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી હતી.

વર્ષો સુધી આ સેવાયજ્ઞનું સફળતાપૂર્વક નેતૃત્વ કરનાર મોરબી શહેરના નાયબ ખતીબ અને સર્વધર્મ સમભાવના પ્રતિક સમાન હઝરત પીર સિદ્દીક મિયા હાજી મદની મિયા બાપુ કાદરીના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્ય સતત ચાલતું રહ્યું હતું. જોકે તા. 11-06-2024ના રોજ હઝરત પીર સિદ્દીક મિયા બાપુ આફાની દુનિયાને અલવિદા કરતા સમગ્ર મોરબી શહેર સહિત તેમના હજારો મુરીદોમાં શોકની લાગણી પ્રસરી હતી. તેમ છતાં તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી શિક્ષણ સેવાની પરંપરાને આજે પણ તેમના નાના ભાઈ સિકંદર મિયા હાજી મદની મિયા બાપુ કાદરી દ્વારા એ જ સમર્પણ, સેવાભાવ અને નિષ્ઠા સાથે આગળ ધપાવવામાં આવી રહી છે.

સિકંદર મિયા બાપુના માર્ગદર્શન હેઠળ મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ માત્ર શિક્ષણ કીટનું વિતરણ જ નહીં, પરંતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું પણ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો તેમજ હઝરત પીર સિદ્દીક મિયા બાપુના મુરીદો દર વર્ષે ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાઈને સેવા કાર્ય ને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણને સમાજના વિવિધ વર્ગોમાંથી પણ પ્રશંસા મળી રહી છે.

આ પ્રસંગે સિકંદર મિયા હાજી મદની મિયા બાપુ કાદરીએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ જ સમાજના વિકાસનો સાચો આધારસ્તંભ છે. એક બાળકને શિક્ષિત બનાવવું એટલે સમગ્ર પરિવાર અને આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવું. આર્થિક સંજોગોના કારણે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વર્ષોથી આ સેવા કાર્ય કરવામાં આવે છે અને ઇન્શા અલ્લાહ આગામી સમયમાં પણ આ સેવા કાર્ય અવિરત ચાલુ રહેશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં શિક્ષણ વિના વિકાસ શક્ય નથી. શિક્ષણ વ્યક્તિને માત્ર રોજગાર પૂરું પાડતું નથી, પરંતુ તેને સારા સંસ્કારો, જવાબદારી અને સમાજ પ્રત્યેની ફરજનું પણ ભાન કરાવે છે. તેથી દરેક માતા-પિતાએ પોતાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા પ્રાથમિકતા આપવી જોઈએ.

સમાજમાં માનવસેવા અને શિક્ષણ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતી મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટની આ પ્રવૃત્તિ ખરેખર પ્રશંસનીય બની છે. છેલ્લા દોઢ દાયકાથી સતત ચાલી રહેલા આ સેવાકાર્યથી અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં આશાનું કિરણ પ્રગટ્યું છે. ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો, દાતા ઓ તથા હઝરત પીર સિદ્દીક મિયા બાપુના મુરીદોના સહયોગથી દર વર્ષે યોજાતો આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.

શિક્ષણ અને માનવસેવાના ક્ષેત્રે મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને “શિક્ષિત સમાજ, સમૃદ્ધ સમાજ”ના સૂત્રને સાકાર કરવા તરફનું આ એક સકારાત્મક અને સરાહનીય પગલું ગણાઈ રહ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW