નસીતપર-રાજપર રોડ નજીક ક્લીનરની હત્યા: ચોરીના શંકાએ માથામાં બોથડ પદાર્થ મારી યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના નસીતપર-રાજપર રોડ પર આવેલા વેદા કારખાના નજીક આઇસર ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસા (ઉ.વ. 33), હાલ વીસીપરા, મોરબી રહેતા,ની ચોરીના શંકાએ માર મારતા હત્યા થઈ હતી. મળતી માહિતી મુજબ ટ્રક માલિક અનિલભાઈ મકવાણાનું પાકીટ ગુમ થતાં તે મૃતક પાસેથી મળી આવ્યું હતું. આ બાબતે થયેલા ઝઘડામાં રવિભાઈને માથામાં બોથડ પદાર્થ વડે ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી ફરિયાદ દાખલ કરી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW