“તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ માળીયા મીયાણા પોલીસે રૂ. 2.10 લાખના 10 ખોવાયેલા મોબાઈલ શોધી માલિકોને પરત આપ્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: જિલ્લા પોલીસ દ્વારા પ્રજાલક્ષી કામગીરીને વધુ અસરકારક બનાવવા હાથ ધરાયેલા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત માળીયા મીયાણા પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. CEIR (Central Equipment Identity Register) પોર્ટલના ઉપયોગથી આશરે રૂ. 2,10,496 કિંમતના 10 ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેમના અસલી માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન અને પ્રજા કલ્યાણ તેમજ પ્રજા ઉપયોગી કામગીરીને પ્રાથમિકતા આપવાના નિર્દેશના અનુસંધાને, મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે. એમ. એલ.ના માર્ગદર્શન હેઠળ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. પટેલ તથા તેમની ટીમે આ કામગીરી હાથ ધરી હતી.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ શક્તિસિંહ ઝાલા દ્વારા CEIR પોર્ટલમાં અરજીઓની ડેટા એન્ટ્રી કરી સતત મોનિટરિંગ અને ટેક્નિકલ વર્કઆઉટના આધારે ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ 10 મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત સોંપી પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિયાનને સફળ બનાવવામાં આવ્યું.

મોબાઈલ પરત મળતા અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે માળીયા મીયાણા પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. આ કામગીરી દ્વારા જિલ્લા પોલીસના *“સેવા, સુરક્ષા અને શાંતિ”* ના સૂત્રને વધુ એક વખત સાર્થક કરવામાં આવ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW