અષાઢી બીજ નિમિત્તે ભુજમાં ‘સાંસદ કચ્છ કાર્નિવલ-2026’નું ભવ્ય આયોજન

Advertisement
Advertisement
Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને અનુસરી કચ્છી નવું વર્ષ “અષાઢી બીજ”ના પાવન અવસરે કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ ‘સાંસદ કચ્છ કાર્નિવલ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્નિવલ તા. 16 જુલાઈ, 2026 (ગુરુવાર)ના રોજ સાંજે 5:00 કલાકે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે યોજાશે.

કાર્નિવલમાં વિવિધ સંસ્થાઓ, શાળા-કોલેજો, મંડળો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોને જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આયોજકો દ્વારા વધુમાં જણાવાયું છે કે કાર્નિવલમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 8 જુલાઈ, 2026 (બુધવાર) નક્કી કરવામાં આવી છે.

આ કાર્યક્રમ દ્વારા કચ્છની સાંસ્કૃતિક પરંપરા, લોકવારસો અને નવા વર્ષની ઉજવણીને ભવ્ય સ્વરૂપ આપવામાં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW