વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામની ખાંભાવાળી ધાર વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાનાથી જુગાર રમતા પાંચ ઇસમોને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1,05,000ની રોકડ રકમ અને ગંજીપતાના 52 પાના કબજે કર્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં વિશાલભાઈ રાણાભાઈ કાંજીયા, હમીરભાઈ હિરાભાઈ ગમારા, જગમાલભાઈ રણછોડભાઈ શેટાણીયા, વિપુલભાઈ ગોરધનભાઈ કાંજીયા અને દસરથભાઈ દિનેશભાઈ કાંજીયાનો સમાવેશ થાય છે. પાંચેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


