૨૦ જુલાઈથી મોરબી શહેરના ચાર વીજ ફીડર મોરબી શહેર પેટા વિભાગ-૩ હેઠળ આવશે

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

મોરબી, તા. 17 જુલાઈ: પીજીવીસીએલ દ્વારા મોરબી શહેરના વીજ વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. **20 જુલાઈ, 2026 (સોમવાર)**થી 66 કે.વી. વજેપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કે.વી. રાજનગર, લાતી પ્લોટ, હોસ્પિટલ અને મૂનનગર ફીડર મોરબી શહેર પેટા વિભાગ કચેરી-1ના બદલે નવી રચાયેલી મોરબી શહેર પેટા વિભાગ કચેરી-3ના કાર્યક્ષેત્ર હેઠળ આવશે.

આ ફેરફાર અંતર્ગત પંચાસર રોડ, મૂનનગર, લાતી પ્લોટ, વાવડી રોડ, મોરબી બાયપાસ રોડ, સાવસર પ્લોટ, જુના બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત શહેરના અનેક રહેણાંક અને વ્યાપારી વિસ્તારોને હવે મોરબી શહેર-3 પેટા વિભાગ દ્વારા વીજ સેવા પૂરી પાડવામાં આવશે.

રાજનગર ફીડર હેઠળ પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધિ સોસાયટી, ધર્મભૂમિ સોસાયટી, ધરતી પાર્ક, કિશન પાર્ક, શ્રીમદ રાજ સોસાયટી, મૂનનગર તથા લાતી પ્લોટ વિસ્તારનો સમાવેશ થાય છે.

મૂનનગર ફીડર હેઠળ નીલકંઠ પાર્ક, ઓમ પાર્ક, સનરાઈઝ પાર્ક, શિવ પાર્ક, નિત્યાનંદ સોસાયટી, વૃષભ પાર્ક, સ્વાતિ રેસિડેન્સી, ચંદ્રેશનગર, ન્યૂ ચંદ્રેશનગર, સતનામનગર, ધર્મભૂમિ સોસાયટી સહિતના વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે.

લાતી પ્લોટ ફીડર હેઠળ પંચાસર રોડ અને વાવડી રોડ વચ્ચેની વિવિધ સોસાયટીઓ, ડિવાઈન પાર્ક, પ્રમુખ સ્વામી પાર્ક, અક્ષર પાર્ક, ઉમા રેસિડેન્સી, શ્યામ પાર્ક, રાધાકૃષ્ણ પાર્ક, ન્યૂ જનકનગર અને ગીતા ઓઈલ મીલ આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે.

હોસ્પિટલ ફીડર હેઠળ મોરબી બાયપાસ રોડ પર ગજાનંદ પેટ્રોલ પંપથી વાવડી ચોકડી સુધીનો વિસ્તાર, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, ધર્મનગર સોસાયટી, જનકનગર, ઉમિયા પાર્ક, ત્રિમૂર્તિ સોસાયટી, નિસર્ગ રેસિડેન્સી, સાવસર પ્લોટ, જુના બસ સ્ટેન્ડ, ખારા કૂવા રોડ, નવા ડેલા રોડ, નગર દરવાજા, પરાબજાર, ગાંધી ચોક, રામ ચોક, તખ્તસિંહજી રોડ, સિવિલ હોસ્પિટલ, જનાના રોડ, સરદાર રોડ, મહાનગરપાલિકા કચેરી, ટાઉન હોલ અને શક્તિ પ્લોટ વિસ્તારનો સમાવેશ થાય છે.

પીજીવીસીએલે સંબંધિત તમામ વીજ ગ્રાહકોને આ ફેરફારની નોંધ લેવા અપીલ કરી છે.

વીજ પુરવઠા સંબંધિત ફરિયાદ માટે સંપર્ક:
📞 મોબાઈલ: 6357303246
☎️ લેન્ડલાઈન: (02822) 230650

રૂબરૂ ફરિયાદ માટે સરનામું:
નેહરુ ગેટ ફોલ્ટ સેન્ટર, મોરબી

– મોરબી ગૌરવ સમાચાર

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW