માળીયા મિયાણા નજીક ચોરીની શંકાસ્પદ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી એસ.ઓ.જી. ટીમે માળીયા મિયાણા ત્રણ રસ્તા નજીક પેટ્રોલિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની કાળા રંગની મોટરસાયકલ સાથે એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન ઇસમ વાહનના કાગળો રજૂ કરી શક્યો નહોતો તેમજ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

તપાસમાં મોટરસાયકલ ચોરી કે છળકપટથી મેળવેલી હોવાની શંકા ઉભી થતા પોલીસે બી.એન.એસ.એસ. કલમ-106 હેઠળ વાહન કબ્જે કરી અને આરોપી અસ્લમ ઉસ્માન જામ (ઉ.વ. 32), રહે. જુના રેલ્વે સ્ટેશન, માળીયા મિયાણા, ને બી.એન.એસ.એસ. કલમ-35(1)(ઇ) મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી માટે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW