વાંકાનેરના NDPS ગુનામાં ફરાર આરોપી કડીથી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડે સંયુક્ત કાર્યવાહી દરમિયાન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને મહેસાણા જિલ્લાના કડી ખાતેથી ઝડપી પાડ્યો છે.

પકડાયેલ આરોપી સંજય ઉર્ફે ફલ્લો મુસ્તાફભાઈ ઉર્ફે રાજુભાઈ પટણી/ (ઉ.વ. 31), રહે. ગુલાબનગર, કડી, જી. મહેસાણા હોવાનું જાણવા મળ્યું છે. ચોક્કસ બાતમીના આધારે કડી ખાતે દરોડો પાડી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના NDPS ગુનામાં પોતે વોન્ટેડ હોવાની કબૂલાત કરતા તેને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે વાંકાનેર સીટી પોલીસને સોંપવામાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW