મોરબીમાં મેફેડ્રોન પાવડર સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી નવલખી રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં એસ.ઓ.જી. ટીમે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન (MD) પાવડર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે મયુરભાઈ બાબુભાઈ ગોગરા (રહે. શ્રદ્ધા સોસાયટી, શેરી નં. 3, નવલખી રોડ, મોરબી)ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 29.24 ગ્રામ મેફેડ્રોન પાવડર, રોકડ રકમ, મોબાઈલ ફોન અને નાનો વજનકાંટો મળી કુલ રૂ. 1,09,770નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ મામલે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે કાર્યવાહી મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW