મોરબી તાલુકાના ખાનપર ગામે આવેલ શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ભાવનાબેન વેરાભાઈ વિરડાના જન્મદિવસની આજે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જન્મદિવસ નિમિત્તે ભાવનાબેને શાળાની બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 8 સુધીના કુલ 234 વિદ્યાર્થીઓ માટે પાંઉભાજીનું આયોજન કર્યું હતું. ઉપરાંત ખાનપર ગામમાં આવેલી શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને પણ પાંઉભાજી જમાડીને જન્મદિવસની ખુશી વહેંચવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષિકાના આ સેવાભાવી અને વિદ્યાર્થીઓપ્રેમી અભિગમને સૌએ બિરદાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા ભાવનાબેન વિરડાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ સમગ્ર શાળા પરિવાર દ્વારા આ સુંદર આયોજન બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


