મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાની ત્રાટકતી કાર્યવાહી : 67 ખાણી-પીણીની પેઢીઓનું નિરીક્ષણ, 28 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન નવલખી રોડ, શક્તિચોક, વાવડી રોડ તેમજ મોરબી-વાંકાનેર હાઇવે વિસ્તારની કુલ 67 ખાણી-પીણી અને ફરસાણની પેઢીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન કેટલીક પેઢીઓમાં ખાદ્ય પદાર્થોના સંગ્રહ અને સ્વચ્છતા બાબતે ગંભીર બેદરકારી સામે આવતા સંબંધિત વેપારીઓને નોટિસ પાઠવી નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નવલખી રોડ સ્થિત પશુપતિનાથ ચાઈનીઝમાં તપાસ દરમિયાન આશરે 3 કિલો વાસી નૂડલ્સ, ફૂડ કલર, 5 કિલો મંચુરિયન, 2 કિલો વાસી ભાત તેમજ 10 કિલો ફૂગ લાગેલું કોબીજ મળી આવ્યું હતું. આ તમામ અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત દુકાનમાં અત્યંત અસ્વચ્છ અને અનહાઇજેનિક સ્થિતિ જોવા મળતા પેઢીને ગ્રીન નોટિસ ફટકારવામાં આવી છે.

જેલ રોડ પર આવેલી ભગવતી ફરસાણમાં તપાસ દરમિયાન 3 પેકેટ વાસી રસગુલ્લા મળી આવતા તેનો પણ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

વાવડી રોડ પર આવેલી મોમાઈ ફાસ્ટફૂડમાં આશરે 4 કિલો મંચુરિયન, 2 કિલો વાસી ભાત, 1 કિલો વાસી લોટ, ફૂગ લાગેલી બ્રેડ તેમજ 1 કિલો ગ્રેવી મળી આવતા સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ શાખાની ટીમ દ્વારા કુલ મળીને આશરે 28 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જે પેઢીઓ પાસે જરૂરી ફૂડ લાઇસન્સ ન હતું અથવા જ્યાં અનહાઇજેનિક સ્થિતિ જોવા મળી હતી, તેવી તમામ પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે.

મહાનગરપાલિકાની ફૂડ શાખાએ વેપારીઓને ચેતવણી આપતાં જણાવ્યું છે કે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત નિયમોના ભંગ સામે ભવિષ્યમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ પેઢીને બક્ષવામાં આવશે નહીં.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW