મોરબી ગૌરવ સમાચાર ના અહેવાલ ની ધારદાર અસર તંત્ર દ્વારા ધરમપુર પાસે આવેલ ડાયવર્ઝન રસ્તો બંધ કરાયો

Advertisement
Advertisement
Advertisement

ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ: નેશનલ હાઇવે તરફથી વૈકલ્પિક માર્ગ પૂરો પાડવામાં આવ્યો

મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે સાવચેતીના પગલારૂપે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અર્થે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી નજીક ધરમપુર-ટીંબડી બ્રિજનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ હોય, ત્યાં બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન ઉપરથી પાણીનો ભારે પ્રવાહ શરૂ થવાના કારણે હાલ આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.

નાગરિકો તથા વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા નેશનલ હાઇવે તરફથી વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ આપવામાં આવ્યો છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું પાલન કરવા, બંધ કરાયેલા માર્ગ પર સાહસ ન કરવા અને નેશનલ હાઇવે તરફના આપેલા નિર્ધારિત ડાયવર્ઝનનો જ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW