મોરબી: 5 ઓગસ્ટે વીજ પુરવઠો રહેશે બંધ, મેઇન્ટેનન્સ કામગીરીને લઈ PGVCL ની જાહેરાત

Advertisement
Advertisement
Advertisement

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ બુધવાર, તા. 05 ઓગસ્ટ, 2026ના રોજ વીજલાઇનના મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી કેટલાક વિસ્તારોમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
PGVCL દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જેજીવાય ફીડર અને કોસ્મો જેજીવાય ફીડર હેઠળ આવતાં વિસ્તારોમાં સવારે 8:30 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
વીજ પુરવઠો બંધ રહેતા વિસ્તારોમાં અમરનગર, દાદાશ્રીનગર તેમજ રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સો, ઇન્દિરાનગર, ધર્મમંગલ વિસ્તાર, પીપરવાડી વિસ્તાર અને શિવમ હોસ્પિટલ પાછળનો વિસ્તાર સહિત તમામ રહેણાંક, વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક (HT) વીજ જોડાણોનો સમાવેશ થાય છે.
PGVCL દ્વારા ગ્રાહકોને જરૂરી આયોજન અગાઉથી કરી લેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ જણાવાયું છે કે મેઇન્ટેનન્સ કામગીરી પૂર્ણ થતાં કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW