શ્રાવણ માસ 13 ઓગસ્ટથી શરૂ: ભગવાન શિવની આરાધનાનો પવિત્ર અવસર, ભક્તોમાં આનંદની લાગણી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સનાતન હિંદુ ધર્મમાં ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવતો પવિત્ર શ્રાવણ માસ આ વર્ષે **13 ઓગસ્ટ 2026 (ગુરુવાર)થી મઘા નક્ષત્રના શુભ સંયોગમાં શરૂ થઈ 11 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર)ના રોજ પૂર્ણ થશે. સમગ્ર માસ દરમિયાન દેશભરના શિવ મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો, પૂજન-અર્ચન, જપ-તપ, રુદ્રાભિષેક અને ઉપવાસનું આયોજન કરવામાં આવશે.

ધાર્મિક માન્યતા મુજબ શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાભાવથી ભગવાન શિવની ઉપાસના કરવાથી મનની શાંતિ, સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિની પ્રાપ્તિ થાય છે. આ માસમાં સાત્વિક આહાર, સદાચાર, દાન અને સેવા કરવાનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

આ વર્ષે શ્રાવણના ચાર સોમવાર

17 ઓગસ્ટ 2026

24 ઓગસ્ટ 2026

31 ઓગસ્ટ 2026

7 સપ્ટેમ્બર 2026

શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાન શિવને શુદ્ધ જળ, ગંગાજળ, દૂધ, દહીં, ઘી, મધ, પંચામૃત, શેરડીનો રસ, બિલ્વપત્ર, ધતુરા, આકડાના ફૂલ, ચંદન, ભસ્મ, ફૂલો તથા અન્ય પવિત્ર દ્રવ્યો વડે અભિષેક અને પૂજન અર્પણ કરે છે.

આ ઉપરાંત શ્રાવણ માસમાં રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર મહાયજ્ઞ, પાર્થિવ શિવલિંગ પૂજન, મહામૃત્યુંજય મંત્ર જપ, ‘ૐ નમઃ શિવાય’ મંત્ર જપ, શિવ સહસ્રનામ અર્ચન, પ્રદોષ વ્રત, સોળ સોમવાર વ્રત, નવગ્રહ શાંતિ, કાલસર્પ દોષ શાંતિ, આયુષ્ય અને આરોગ્ય અભિષેક, ગૃહશાંતિ તથા શિવપુરાણ પાઠ જેવા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ મહત્વ છે.

ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે (મોરબીવાળા) (સંસ્કૃત વિશારદ, જ્યોતિષ રત્નમ, સાહિત્ય શાસ્ત્રી, વાસ્તુ માર્ગદર્શક)એ સર્વે ભક્તજનોને પવિત્ર શ્રાવણ માસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, આ પવિત્ર માસમાં ભગવાન શિવની ભક્તિ, જપ, તપ અને દાન દ્વારા જીવનમાં સુખ, શાંતિ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે.

“પવિત્ર શ્રાવણ માસની સર્વે ભક્તજનોને હાર્દિક શુભેચ્છાઓ. હર હર મહાદેવ.”

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW