મોરબી N.I.M.A.ની સામાન્ય સભામાં નવી પેનલની રચના

Advertisement
Advertisement
Advertisement

મોરબી, N.I.M.A., મોરબી જિલ્લાની સામાન્ય સભા તા. ૮ ઓગસ્ટના રોજ યોજાઈ હતી. જેમાં N.I.M.A. મોરબી જિલ્લાના સભ્યોના સંપૂર્ણ સહકારથી પ્રમુખ સહિત નવી પેનલની રચના કરવામાં આવી હતી.

નવી રચાયેલી પેનલમાં પ્રમુખ તરીકે ડો. સંજયકુમાર નિમાવત તથા ઉપપ્રમુખ તરીકે ડો. બી. કે. લહેરૂની વરણી કરવામાં આવી છે. જ્યારે મંત્રી તરીકે ડો. મિલનભાઈ પટેલ અને સહમંત્રી તરીકે ડો. પરેશભાઈ ડાભી તથા ડો. આસિફભાઈ બાદીની જવાબદારી સોંપવામાં આવી છે.

ખજાનચી તરીકે ડો. ચિરાગભાઈ વિડજા અને સહ ખજાનચી તરીકે ડો. કૌશિકભાઈ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત લીગલ હેડ તરીકે ડો. પ્રવિણભાઈ બરાસરા તથા સર્જીકલ સોસાયટી હેડ તરીકે ડો. મનોજભાઈ ભાડજાની નિમણૂક કરવામાં આવી છે.

કારોબારી સભ્યો તરીકે ડો. જયેશભાઈ રામાવત, ડો. એસ. જે. પટેલ, ડો. વિશાલભાઈ વિસોડિયા, ડો. વિજયભાઈ અગોલા, ડો. હર્ષભાઈ અંબાસણા, ડો. એઝાઝ શેરસીયા, ડો. મલયભાઈ બરાસરા, ડો. મિલનભાઈ અમૃતિયા, ડો. શીતલબેન પાનેસરા, ડો. અંકિતાબેન ભીમાણી અને ડો. ઉર્વીબેન સુરાણીની પસંદગી કરવામાં આવી છે.

જ્યારે માર્ગદર્શક તરીકે ડો. પરાગભાઈ પારેખ, ડો. કલ્પેશભાઈ ચૌહાણ, ડો. પરિક્ષિતભાઈ જોબનપુત્રા અને ડો. ધર્મેશભાઈ ગામીની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

N.I.M.A. મોરબી જિલ્લાની નવી પેનલ આગામી સમયમાં સંગઠનની કામગીરીને વધુ વેગ આપવાની સાથે સભ્યોના હિત અને વ્યવસાયિક ક્ષેત્રે વિકાસ માટે કામગીરી કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW