મોરબી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે જાહેરાત

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મોરબી, હળવદ અને વાંકાનેર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા ટ્રાફિક બ્રિગેડ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે.

મોરબી, હળવદ અને વાંકાનેર શહેરના પુરૂષ તેમજ મહિલા માનદ સેવકોની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા. 15/08/2026 થી 25/08/2026 દરમિયાન અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે.

ભરતી માટેની લાયકાત

– ઉમેદવારની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
– શૈક્ષણિક લાયકાત ધોરણ-9 પાસ હોવી જરૂરી છે.
– પુરૂષ ઉમેદવારની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ અને મહિલા ઉમેદવારની ઊંચાઈ 5 ફૂટ હોવી જોઈએ.
– ઉમેદવાર મોરબી, હળવદ અથવા વાંકાનેર શહેરના સંબંધિત મહાનગરપાલિકા/નગરપાલિકા વિસ્તારનો વતની હોવો જોઈએ.
– ઉમેદવાર વિરુદ્ધ કોઈ ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ.

અરજી ક્યાં કરવી?

નિયત અરજી ફોર્મ પોલીસ અધિક્ષકની કચેરી, ટ્રાફિક શાખા, રૂમ નં. 11માંથી મેળવી શકાશે.

ઉમેદવારોએ પોતાનું ભરેલું ફોર્મ તથા જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા. 25/08/2026 સુધીમાં સો-ઓરડી રોડ, કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી પોલીસ અધિક્ષકની કચેરી, ટ્રાફિક શાખા, રૂમ નં. 11, મોરબી ખાતે જમા કરાવવાનું રહેશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોને આ ભરતીમાં ભાગ લેવા માટે સમયમર્યાદામાં અરજી કરવા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW