હળવદ તાલુકાના રાતાભે ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતા કુલ ૮ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧,૨૭,૦૦૦ તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ મળી કુલ રૂ.૧,૨૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓમાં પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયા, જીલુ જાદવજીભાઈ કેરવાડીયા, ગણપત નટુભાઈ પરમાર, અનિલ ગણેશભાઈ ચડાણીયા, વિજય પ્રભુભાઈ ચૌહાણ, જીવરાજ હેમુભાઈ સારલા, ઘનશ્યામ નરશીભાઈ કેરવાડીયા અને જયંતી ભીમાભાઈ કેરવાડીયાનો સમાવેશ થાય છે.
હળવદ પોલીસ દ્વારા જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


