મોરબીમાં જુગારધામ પર ક્રાઈમ બ્રાંચની રેડ, ૮ શખ્સો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કાયમોલની બાજુમાં આવેલા વિરાટ-૨ કોમ્પ્લેક્ષમાં ક્રાઈમ બ્રાંચે રેડ કરી તીનપત્તીનો જુગાર રમતા ૮ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૨,૭૦,૫૦૦ રોકડા, ૮ મોબાઈલ ફોન રૂ.૭૫,૦૦૦ તથા ગંજીપતાના પાના મળી કુલ રૂ.૩,૪૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં સુપ્રિતભાઈ ત્રિભુવનભાઈ સવસાણી/, નિસીતભાઈ ધર્મેન્દ્રભાઈ રાજપરા/, અક્ષયભાઈ જયંતીભાઈ વડસોલા/, ભાવેશભાઈ રમેશભાઈ અગોલા/, હાર્દીકભાઈ કાંતીભાઈ સંઘાણી/, યસભાઈ રમેશભાઈ કાંજીયા/, સંદીપભાઈ દિનેશભાઈ લોરીયા/ અને કપીલભાઈ નરસીભાઈ ધુમલીયા/નો સમાવેશ થાય છે.

આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ ૪, ૫ મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW