મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તાના પાનાથી જુગાર રમતા ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.20,600ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
પકડાયેલા આરોપીઓમાં પ્રકાશભાઈ અંબુભાઈ હળવદીયા, અરજણભાઈ જેઠાભાઈ રીણીયા, અમીતભાઈ બાબુભાઈ રાણેવાડીયા અને સાગરભાઈ સામજીભાઈ કોરડીયા, તમામ રહે. લક્ષ્મીનગર, તા.જી. મોરબીનો સમાવેશ થાય છે.
આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


