મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં રંગપરથી જીવાપર જવાના રસ્તે આવેલી વાડીની ઓરડીમાં જુગાર રમતા 10 ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગંજીપત્તાના પાનાથી જુગાર રમતા ઈસમો પાસેથી રૂ.1,22,700ની રોકડ રકમ કબજે કરી હતી.
પકડાયેલા આરોપીઓમાં ધનશ્યામસિંહ ઝાલા, અલ્પેશભાઈ કાનાણી, જગદીશભાઈ બાવરવા, મહેશભાઈ અંબાણી, રાજેશભાઈ મોટકા, ભરતભાઈ લોરીયા, સુરેશભાઈ જાલરીયા, કાંતીલાલ દેત્રોજા, જીજ્ઞેશભાઈ કડીવાર અને રમેશભાઈ જેઠલોજાનો સમાવેશ થાય છે.
આ મામલે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા, પો.સ.ઈ. સી.એસ. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


