મોરબી તાલુકાના ગોળ ખીજડીયા ગામની સીમમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિરે જવાના કાચા રસ્તે જાહેર રોડ પર સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાથી જુગાર રમતા ૯ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.૧,૩૪,૨૦૦ની રોકડ રકમ કબજે કરી હતી.
ઝડપાયેલા આરોપીઓમાં રોહિતભાઈ સરવૈયા, રફીકભાઈ જામ, ગોપાલભાઈ બાબુથર, મહેશભાઈ વિંઝવાડીયા, ભરતભાઈ ચાવડા, પનીવેલ કૃપાસ્વામી, સતીષભાઈ રાવા, સંજયભાઈ પરેસા અને ગોપાલભાઈ જાદવનો સમાવેશ થાય છે.
મોરબી તાલુકા પોલીસ દ્વારા જુગારધારા હેઠળ ગુનો નોંધી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


