મોરબી: રોલેક્ષ કારખાનામાં કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ રોલેક્ષ સ્પ્રે ડાયર કારખાનામાંથી એક મહિના અગાઉ થયેલી કેબલ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ મોરબીએ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે ટેકનિકલ માધ્યમો, હ્યુમન સોર્સ અને બાતમીના આધારે વિજય અજયભાઈ સલાટ (ઉ.વ.20, જાંબુડીયા) અને ઘેલો જમાલભાઈ સલાટ (ઉ.વ.21, રફાળેશ્વર)ને ચોરીના કેબલ વાયર સાથે મોરબી LCB પોલીસે ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં બંનેએ ચોરીની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે બંને પાસેથી આશરે 80 મીટર ઇલેક્ટ્રિક કેબલ વાયર, કિંમત રૂ.40,000નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપ્યા છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW