સનાતન ધર્મના પવિત્ર તહેવારોની ઉજવણી માટે તૈયાર રહો, જાણો કયા દિવસે કયો પર્વ

Advertisement
Advertisement
Advertisement

સનાતન ધર્મમાં અતિ પવિત્ર અને ભગવાન શિવને પ્રિય એવા શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ વદ પક્ષમાં આવતા બોળચોથથી લઈને શ્રીકૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી સુધીના મુખ્ય તહેવારોની તારીખો અને ધાર્મિક વિધિ અંગે મોરબીના પ્રખર વિદ્વાન તથા ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેએ માહિતી આપી છે.
બોળચોથ (બહૂલા ચતુર્થી) – તા. 31 ઓગસ્ટ, સોમવાર
શ્રાવણ વદ ૪ના દિવસે બોળચોથની ઉજવણી કરવામાં આવશે. સવારે 8:50 વાગ્યા બાદ ગાય પૂજન કરી શકાય છે.
નાગપંચમી – તા. 1 સપ્ટેમ્બર, મંગળવાર
શ્રાવણ વદ ૫ના દિવસે નાગપંચમી પર્વ ઉજવાશે. આ દિવસે નાગદેવતાનું પૂજન કરવામાં આવે છે.
રાંધણછઠ – તા. 2 સપ્ટેમ્બર, બુધવાર
શ્રાવણ વદ ૬ના દિવસે રાંધણછઠ રહેશે. આ તિથિને હળષષ્ઠી, ચંદન છઠ અને હલ છઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન બલરામજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી બલરામ જયંતી પણ ઉજવવામાં આવે છે.
રાંધણછઠના દિવસે ચૂલો ઠારવાના મુહૂર્ત:
• સાંજે 3:36 થી 6:56 – ચલ, લાભ
• રાત્રે 8:21 થી 12:36 – શુભ, અમૃત, ચલ
શીતળા સાતમ – તા. 3 સપ્ટેમ્બર, ગુરુવાર
શ્રાવણ વદ ૭ના દિવસે શીતળા સાતમ પર્વની ઉજવણી કરવામાં આવશે.
જન્માષ્ટમી – તા. 4 સપ્ટેમ્બર, શુક્રવાર
શ્રાવણ વદ ૮ના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
આ પવિત્ર તહેવારો સનાતન પરંપરામાં વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. વિવિધ તહેવારો દરમિયાન કરવામાં આવતા પૂજન, વ્રત અને ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓમાં પણ આ પર્વોને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
માહિતી સૌજન્ય:
ભાગવતાચાર્ય / પ્રખર પ્રવક્તા
શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે
(સંસ્કૃત વિશારદ, વાસ્તુ માર્ગદર્શક, જ્યોતિષરત્નમ)
📞 મો. 8000911444

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW