ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ
માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૬નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત ખાખરેચી ગામ આયોજિત શ્રીકૃષ્ણ મહોત્સવની નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે ખાખરેચી ગામે ગોકુળ આઠમના પાવન પર્વના દિવસે યોજાનાર શોભાયાત્રા સવારે ૮:૦૦ કલાકે નકલંક મંદિરથી પ્રસ્થાન કરશે જે શોભાયાત્રા ખાખરેચી ગામના મુખ્ય માર્ગ પર બજારમાં થઈને બપોરે ૧:૦૦ વાગ્યે જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં દોઢ કીલોમીટરનુ અંતર કાપીને પહોંચશે આ વિસ્તારમાં આ શોભાયાત્રા સૌથી લાંબી અને ભવ્ય માનવામાં આવે છે જે શોભાયાત્રાનુ ખાખરેચી ગામમાં ઠેરઠેર સ્વાગત કરવામાં આવશે તેમજ મુખ્ય બજાર અને શેરીઓમાં બાળ કૃષ્ણ દ્વારા મટકી ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવશે ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ નિકળશે જેમાં પરંપરાગત રીતે મટકીફોડ કાર્યક્રમ અને ભવ્ય રાસનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાશે આ પવિત્ર અવસરે કૃષ્ણ ભક્તિનો અનેરો આનંદ માણવા અને કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા ઉજવણીમાં સહભાગી થઈને ભગવાન શ્રી કૃષ્ણના આશિર્વાદ લેવા શોભાયાત્રામાં જોડાવા સર્વે ધર્મપ્રેમી જનતાને સહ-પરિવાર સાથે પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે ગત્ વર્ષની જેમ આ વર્ષે પણ ખાખરેચી ગામ ભગવાન શ્રી કૃષ્ણના રંગે રંગાઈને સમસ્ત ખાખરેચી ગામ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદથી ગુંજી ઉઠશે


