મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ નૈમિષભાઈ પંડિત ના માર્ગદર્શન હેઠળ,મોરબી મહાનગરપાલિકા ના મેયર ઉતમભાઈ સુરાણી, ડે.મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટે.કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સાથે સંકલન સાધી જન્માષ્ટમી શોભાયાત્રા ના રૂટ નું સમારકામ કરાવતા મોરબી મહાનગરપાલિકા ના માર્કેટ સમિતી ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી.
જન્માષ્ટમી શોભાયાત્રા ની મીટીંગ માં જે કહ્યુ હતું તે કરી બતાવતાં ચેરમેન.
પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ને વધાવવા જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિતે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નું અનેરુ આયોજન કરવામાં આવેલ છે ત્યારે શોભાયાત્રા ના રૂટ જડેશ્વર મહાદેવ મંદિર થી લઈ દરબારગઢ-નગર દરવાજા ચોક સુધી ના વિસ્તાર માં મોરબી મહાનગરપાલિકા ના માર્કેટ સમિતી ના ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી ના પ્રયત્નોથી RCC પેચ વર્ક હાથ ધરવામાં આવ્યું હતું. *મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ નૈમિષભાઈ પંડિત ના માર્ગદર્શન હેઠળ, મોરબી મહાનગરપાલિકા ના મેયર ઉતમભાઈ સુરાણી, ડે.મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટે.કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા ના સંકલનથી શોભાયાત્રા ના રૂટ દરમિયાન પેચવર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમી શોભાયાત્રા ની મિટીંગ દરમિયાન ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી દ્વારા સર્વ હિન્દુ સંગઠન ના આગેવાનો ને વચન આપવામાં આવ્યું હતું, જે મોરબી મહાનગરપાલિકા ના પદાધિકારીઓના હકારાત્મક વલણ થી કામગીરી કરી પ્રશ્ન નું નિરાકરણ કર્યુ હતું.


