મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મોટરસાઈકલ ચોરીનો અનડીટેક્ટ ગુનો ક્રાઈમ બ્રાન્ચ મોરબીએ ડિટેક્ટ કર્યો છે. એલસીબી સ્ટાફે સમર્પણ હોસ્પિટલથી નેશનલ હાઈવે જવાના રસ્તે આર.સી.સી. રોડ પરથી હોન્ડા સાઈન મોટરસાઈકલ નંબર GJ03 FR 9809 સાથે ગૌતમભાઈ મગનભાઈ બોચીયા (રહે. ઈન્દિરાનગર, મોરબી)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પૂછપરછમાં આરોપીએ આશરે 15 દિવસ પહેલા સમર્પણ હોસ્પિટલ સામે પ્રમુખ સ્ટીલના ગોડાઉન પાસેથી બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે રૂ.30,000ની કિંમતની મોટરસાઈકલ કબજે કરી આરોપીને આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે.


