મોરબી શહેરના સુઆયોજિત અને સર્વાંગી વિકાસ માટે નાગરિકોને સહકાર આપવા અપીલ
મોરબી શહેરના સર્વાંગી અને સુઆયોજિત વિકાસને વધુ ગતી આપવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM), ગાંધીનગર દ્વારા મોરબી શહેરમાં “અર્બન એટલાસ પ્રોજેક્ટ” હાથ ધરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટના અમલીકરણ માટે **Amnex Infotechnologies Pvt. Ltd.**ની નિમણૂક કરવામાં આવી છે. છે..
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મોરબી શહેરની વર્તમાન શહેરી પરિસ્થિતિ, મિલકતો, જાહેર ઉપયોગિતાઓ તથા વિવિધ શહેરી સંપત્તિઓ અંગેની ચોક્કસ અને GIS આધારિત ડિજિટલ માહિતી તૈયાર કરી ભવિષ્યના શહેરી આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મજબૂત ડેટાબેઝ ઊભો કરવાનો छे.
આ સર્વે કામગીરી દરમિયાન Amnex Infotechnologies Pvt. Ltd.ના અધિકૃત સર્વે કર્મચારીઓ તથા ડ્રોન સર્વે ટીમ મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરશે. સર્વે ટીમના અધિકૃત કર્મચારીઓ પાસે કંપની દ્વારા આપવામાં આવેલ અધિકૃત ઓળખપત્ર (ID Card) રહેશે. નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે સર્વે ટીમ શહેરના જે વિસ્તારમાં કામગીરી કરતી હોય ત્યાં તેમને જરૂરી સહકાર આપે.
ઉક્ત કામગીરી અનુસંધાને સર્વેયરશ્રી દ્વારા જરૂરિયાત મુજબ સર્વે કામગીરી માટે મિલકત સંબંધિત સામાન્ય અને જરૂરી માહિતી માંગવામાં આવી શકે છે. આવી કામગીરી દરમિયાન નાગરિકો દ્વારા આપવામાં આવતી માહિતીનો ઉપયોગ પ્રોજેક્ટના અધિકૃત હેતુઓ માટે જ કરવામાં આવશે.
મોરબી શહેરના નાગરિકોને ખાસ જણાવવામાં આવે છે કે:
સર્વે કામગીરી માટે આવતા અધિકૃત કર્મચારીઓ પાસે કંપનીનું અધિકૃત ID Card રહેશે.
નાગરિકો સર્વે ટીમને કામગીરી દરમિયાન જરૂરી સહકાર આપે
જરૂરી અને સાચી માહિતી ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપે.
કોઈ પણ વ્યક્તિ અંગે શંકા હોય તો તેનું અધિકૃત ઓળખપત્ર ચકાસી શકાય છે.
નાગરિકોને સહકાર આપવા અપીલ
મોરબી શહેરના વિકાસ માટે હાથ ધરવામાં આવેલ આ મહત્ત્વપૂર્ણ અને ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટને સફળ બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.


