મોરબીમાં ભંગારના વેપારીને છેતરતી ગેંગના ચાર આરોપી ઝડપાયા, રૂ. 10.50 લાખ રિકવર

Advertisement
Advertisement
Advertisement

કોપર વાયરનો ભંગાર આપવાના બહાને રૂ. 15.98 લાખની છેતરપિંડી : સાયબર ક્રાઇમ ટીમની ગણતરીના દિવસોમાં કાર્યવાહી

મોરબી : ભંગાર ખરીદવાના બહાને વેપારીઓને છેતરતી ગેંગના ચાર આરોપીઓને મોરબી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ. 10,50,000/- રિકવર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આરોપીઓ કોપર વાયર ભંગારના ફોટા મોકલી સસ્તામાં માલ આપવાની લાલચ આપી વેપારીઓ પાસેથી એડવાન્સ પેમેન્ટના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરાવતા હતા. ભંગાર નહીં આપી ફરિયાદી તથા સાહેદ પાસેથી કુલ રૂ. 15,98,720/-ની છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ મામલે તા. 08/09/2026ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોરબી ખાતે ગુનો નોંધાયો હતો. ટેકનિકલ માધ્યમો અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ હાથ ધરી ચાર આરોપીઓને ઝડપી પાડી રૂ. 10.50 લાખની રકમ રિકવર કરવામાં સફળતા મળી છે.

ઝડપાયેલા આરોપીઓ :

1. નિતેષભાઈ લાભુભાઈ કુંઢીયા, ઉ.વ. 32, રહે. મોરબી-2.
2. ઈરફાન કાસમભાઈ ઉઠમણા, ઉ.વ. 32, રહે. નાના ખીજડિયા, તા. ટંકારા.
3. વાહીદ આદમભાઈ ઠેબા, ઉ.વ. 30, રહે. નાના ખીજડિયા, તા. ટંકારા.
4. કમલેશ ઉર્ફે મયુર જગજીવનભાઈ સીંદલ, ઉ.વ. 40, હાલ રહે. મહેન્દ્રનગર, મોરબી-2, મૂળ રહે. લાકડીયા, તા. ભચાઉ, જિ. કચ્છ.

મોરબી સાયબર ક્રાઇમ ટીમની કાર્યવાહીથી ભંગારના વેપારીઓ સાથે થતી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW