મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેનાં અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના આંદરણા ગામે રાત્રીસભા યોજાઈ હતી.
રાત્રીસભા દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવતી વિવિધ સ્થાનિક સમસ્યાઓ, પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા કલેકટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરી અંગે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
રાત્રીસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, પ્રાંત અધિકારી પ્રવીણ સિંહ જેતાવત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો . પવન કુમાર શ્રીવાસ્તવ, પીજીવીસીએલ મોરબીના અધિક્ષકશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસરશ્રી, નાયબ પશુપાલન નિયામકશ્રી, નાયબ ખેતી નિયામકશ્રીઓ, જિલ્લા બાગાયત અધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ/પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રીઓ સહિત મોરબી તાલુકાને લગતા તમામ અધિકારીશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


