ટંકારા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીમાં એક આરોપી ઝડપાયો, ₹3.47 લાખનો મુદ્દામાલ કબજે

ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં તા. 16 સપ્ટેમ્બરે થયેલી દિવસ દરમ્યાનની ઘરફોડ ચોરીનો ભેદ ટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી લીધો છે. પોલીસે ગોપાલભાઈ રાયમલભાઈ વાઘેલા (ઉ.વ. 26), રહે. ધ્રોલ રોડ, ચામુંડાવાસ, ધ્રોલને ઝડપી પાડ્યો છે.

આરોપી પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના કિંમત ₹2,47,600 તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી CNG રિક્ષા કિંમત ₹1 લાખ, મળી કુલ ₹3,47,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ પૂછપરછમાં ગોપાલભાઈએ પોતાની પત્ની ભાવનાબેન ગોપાલભાઈ વાઘેલા તથા સબંધી સંજયભાઈ ઉર્ફે મેહુલ રાયધનભાઈ વાઘેલા સાથે ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે. બંને આરોપીઓ હાલ પકડવાના બાકી છે.

આરોપીઓ દિવસ દરમિયાન ભીખ માંગવાના બહાને સોસાયટીઓમાં ફરી બંધ મકાનની રેકી કરી તાળા તોડી ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW