‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની બાળાઓએ આજે જિલ્લા માહિતી કચેરી, મોરબીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બાળાઓને સરકારી માહિતી અને વિવિધ કારકિર્દી તથા રોજગારલક્ષી માર્ગદર્શન અંગે માહિતગાર કરવામાં આવી હતી.
આ પ્રસંગે સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરા દ્વારા બાળાઓના ભવિષ્યના વિકાસ અને કારકિર્દી ઘડતર માટે ‘રોજગાર સમાચાર’, ‘કારકિર્દી માર્ગદર્શન’ અને ‘ગુજરાત પાક્ષિક’ સહિતના ત્રણ પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા. બાળાઓને આ પુસ્તકોનો અભ્યાસ કરી વિવિધ રોજગારીની તકો, કારકિર્દીના વિકલ્પો તથા જ્ઞાનવર્ધક માહિતીનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ મુલાકાત થકી બાળાઓને વાંચન પ્રત્યેની રૂચિ કેળવવા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી વિકાસ માટેની પ્રેરણા હતી.


