વિરપરડા પાટિયા નજીક કાળભૈરવ મંદિરે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ થશે

Advertisement
Advertisement
Advertisement

શ્રી રાજપૂત સમાજ દ્વારા વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ કચ્છ આશાપુરા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનો શુભારંભ આગામી તારીખ ૦૩/૧૦/૨૦૨૬, શનિવારના રોજ થશે.
વિરપરડા પાટિયે આવેલા કાળભૈરવ દાદાના મંદિર ખાતે આ કેમ્પ કાર્યરત રહેશે. પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે અહીં ૨૪ કલાક રહેવા, જમવા, ચા-નાસ્તો, ઠંડા પાણી તેમજ તાત્કાલિક મેડિકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
શ્રી કાળભૈરવ મંદિર ગ્રુપ અને વિરપરડા મોડપર રાજપૂત સમાજ દ્વારા સર્વે પદયાત્રીઓ અને ભાવિક ભક્તોને આ સેવાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW