મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો ‘પ્રાદેશિક મેળો-૨૦૨૬’ નો પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે પ્રારંભ કરાયો

Advertisement
Advertisement
Advertisement

રાજ્યના ૩૩ જિલ્લાની સખી મંડળની બહેનોના ૫૫ સ્ટોલ થકી ૧૦ દિવસ સુધી હસ્તકલા અને ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓનું કરાશે સીધું વેચાણ

ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ૧૦ દિવસીય ‘પ્રાદેશિક મેળો-૨૦૨૬’નો જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ શુભારંભ કરાવ્યો હતો.

મંત્રીના હસ્તે મોરબી જિલ્લાના ૧૦ સખી મંડળોને રૂ. ૩૦.૬૫ લાખના સી.સી. લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જ્યાં મંત્રીશ્રીએ સખી મંડળોની બહેનોને અભિનંદન પાઠવી તેમની સાથે સંવાદ કર્યો હતો.

મોરબીના શનાળા રોડ પર રત્નકલા ગ્રાઉન્ડ ખાતે તા. ૦૧ થી ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ સુધી યોજાનાર આ મેળાનું ઉદ્ઘાટન કરી મંત્રી સહિતના મહાનુભાવોએ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક પ્રોડક્ટ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રાદેશિક મેળામાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧૫૦ થી ૨૦૦ જેટલી સખી મંડળની બહેનો ભાગ લઈ રહી છે. જેમાં હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, ગૃહસુશોભન, બાંધણી, દોરી વર્કની બનાવટો, સીઝનેબલ મસાલા અને અથાણાં સહિતની ચીજવસ્તુઓના ૫૦ સ્ટોલ તેમજ વાનગીઓના ૫ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. બહેનોને આજીવિકા માટે યોગ્ય બજાર વ્યવસ્થા મળે અને મહિલા સશક્તિકરણને વેગ મળે તે માટે આયોજિત આ મેળાની વધુને વધુ નાગરિકો મુલાકાત લઈ ખરીદી કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW