નવી ટીંબડી ગામ નજીક નવજાત બાળક ત્યજી દેવાતા ચકચાર, અજાણ્યા સ્ત્રી-પુરુષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી તાલુકાના નવી ટીંબડી ગામ નજીક નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું અને અજાણ્યા સ્ત્રી કે પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, નવી ટીંબડી ગામ નજીક ગત સાંજના સમયે અંદાજે ચારથી પાંચ દિવસનું નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. બાળક મળી આવતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

108ની ટીમ દ્વારા બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. બીજી તરફ ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

પોલીસે હાલ બાળકને ત્યજી જનાર અજાણ્યા સ્ત્રી અથવા પુરુષ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાળકને કોણ અને કયા સંજોગોમાં ત્યજી ગયું તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આસપાસના વિસ્તારના લોકો તેમજ અન્ય સંભવિત પુરાવાઓના આધારે આરોપી સુધી પહોંચવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW