નાસતા ફરતા બે આરોપી ઝડપાયા મોરબી LCB/પેરોલફર્લો સ્કવોડની કાર્યવાહી

Advertisement
Advertisement
Advertisement

સરહદી રેન્જ ભુજ IG દ્વારા તા. 1થી 15 ઓક્ટોબર સુધી હાથ ધરાયેલી નાસતા ફરતા આરોપીઓ પકડવાની સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત મોરબી LCB/પેરોલફર્લો સ્કવોડે બે આરોપીઓને ઝડપી પાડ્યા.

મોરબી તાલુકા પોલીસના લૂંટના ગુનામાં ફરાર રણમલ ઉર્ફે મુખી દિલાવરભાઈ સામતાણી (ઉ.વ. 43)ને ખીરઈ ગામે તેના રહેણાંક મકાનેથી ઝડપી પાડવામાં આવ્યો.

વાંકાનેર સિટી પોલીસના પ્રોહિબિશનના ગુનામાં ફરાર મુસ્કાનબેન અબ્બાસભાઈ કટીયા (ઉ.વ. 21)ને મોરબીના ગ્રીન ચોક ખાતેથી મહિલા પોલીસ કર્મચારીની હાજરીમાં ઝડપી પાડવામાં આવી.

બંને આરોપીઓને સંબંધિત પોલીસ મથકને સોંપવામાં આવ્યા. એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડની ટીમે ટેકનિકલ માધ્યમ, હ્યુમન સોર્સ અને બાતમીદારોની મદદથી કાર્યવાહી કરી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW