મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમમાં થિયોસ સિરામિક નજીકથી તાલુકા પોલીસે બાતમીના આધારે રેડ કરી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની કુલ 2,856 બોટલ, કિંમત રૂ.6,84,660, તેમજ રૂ.5 લાખની બોલેરો મેક્સ ગાડી સહિત કુલ રૂ.11,84,660નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે બોલેરો મેક્સના ચાલકની ધરપકડ કરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


